અંજાર તાલુકાના શીણાય ગામમાં યદુવંશી સોરઠિયા આહીર સાંખે વાઘમશી પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગોવર્ધન લીલા ઉત્સવની ઉજવણી થઈ હતી. કાર્યક્રમમાં કચ્છી દાનવીર અને આહીર સમાજ રત્ન બાબુભાઈ ભીમભાઈ આહીરનું વ્યાસપીઠે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ (દાદા)ના વ્યાસાસને યોજાયેલી કથામાં મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી.
વાઘમશી પરિવારના સદસ્યોએ શ્રીનાથજી, યમુના રાણી, મહાપ્રભુજી અને ગોવર્ધન પર્વત સાથે ભગવાનને છપ્પન ભોગ ધરાવી આરતી-પૂજન કર્યું હતું.
કાર્યક્રમમાં આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમાં ઉદ્યોગપતિ બાબુભાઇ બી. હુંબલ, માવજીભાઈ સોરઠિયા, અમૃતલાલ હડિયા સહિત અનેક આગેવાનો જોડાયા.
ખોડિયાર માતાજી મંદિર અંજાર, ચામુંડા માતાજી મંદિર, ધ્રોલ માતાજી મંદિર, રાંદલ માતાજી અને સાવલ માતાજી મંદિરના ભૂવાજીઓ પણ ઉપસ્થિત રહ્યા.
સ્વ. પેથાભાઈ રાજાભાઈ વાઘમશી આહીર પરિવારે મહેમાનોનું વ્યાસપીઠ પરથી સન્માન કર્યું હતું.

