નડિયાદમાં જુનિયર જેસીસ વિંગ અને યુથ રેડક્રોસ વિંગની સંયુક્ત પહેલ હેઠળ જરૂરિયાતમંદો માટે પગરખાંનું વિતરણ કરવામાં આવશે.
21થી 28 એપ્રિલ દરમિયાન શહેરમાંથી જૂના પગરખાં એકત્રિત કરવામાં આવ્યા છે. આ પગરખાંને મોચી પાસે રિપેરિંગ કરાવ્યા બાદ જરૂરિયાતમંદોને આપવામાં આવશે.

ખેડા જિલ્લામાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આવા સમયે ઉઘાડા પગે ચાલતા લોકોને મદદરૂપ થવા આ સંસ્થા છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે. આ વર્ષે લગભગ 80 યુવક-યુવતીઓએ આ સેવાકીય કાર્યમાં ભાગ લીધો છે.

આ અભિયાનમાં રિધ્ધિ દવે (ચેરપર્સન), કુંજ લખમાણી (વાય.આર.સી.), હેત લખમાણી (એક્ટિંગ ચેરમેન વાય.આર.સી), દેવ ગજ્જર (પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર), દિપ સાપરા (વાય.આર.સી.), પૃથા જોશી અને જીત શાહ (પ્રોજેક્ટ ચેરપર્સન), ધવલ પંડ્યા (જે.સી.આઈ. નડિયાદના પ્રમુખ) સહિતના આગેવાનો જોડાયા છે.

યુથ રેડક્રોસ વિંગ અને જુનિયર જેસીસ વિંગના સભ્યોમાં પ્રથમ રાણા, હરિવંશ શાહ, જૈનિલ શાહ, ધ્રુવ શેઠના, અચલ ગુરંગ, મૈત્રી શાહ સહિત અનેક યુવાનોએ આ સેવાયજ્ઞમાં યોગદાન આપ્યું છે. આ સામાજિક કાર્યક્રમ દ્વારા જરૂરિયાતમંદોને ગરમીની ઋતુમાં રાહત મળશે.






