રઢુ સ્થિત નૂતન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નવી સુવિધાઓનો પ્રારંભ થયો છે. શાળામાં આર.ઓ. પ્લાન્ટ વિથ ચિલર અને બે મોટા એર કૂલર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ સુવિધાઓ નાહર કલર્સ એન્ડ કોટીંગ પ્રાઈવેટ લિમીટેડના જનરલ મેનેજર ગોપાલ કૃષ્ણ ત્રિપાઠીના દાનથી શક્ય બની છે.
વિદ્યાર્થીઓને હવે શુદ્ધ પીવાનું પાણી મળશે. ઉનાળામાં તેમને ઠંડુ અને આરામદાયક વાતાવરણ મળશે. આ સુવિધાઓ તેમના શૈક્ષણિક વિકાસમાં સહાયક બનશે.

વિદ્યાલયના પ્રિન્સિપાલ અને પ્રમુખે દાતાના યોગદાનને બિરદાવ્યું છે. તેમણે આ દાનને શાળા માટે સંજીવની સમાન ગણાવ્યું છે. શાળા માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે.

