Gujarat

અક્ષય તૃતીયાની રાત્રે 20 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

રાપર ખાતે લેઉઆ પાટીદાર સમાજના 24મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન પટેલ કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાગડ વિસ્તારના પિપરાળાથી દુધઈ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાંથી 20 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

સમારોહના પ્રમુખ તરીકે દેવજીભાઈ રામજીભાઈ બેરા (રાપર) ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે માજી ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા, વાવિયા ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા, મેઘજીભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

લેઉવા પાટીદાર સમાજ રાપર અને લેઉઆ પાટીદાર યુવક મિત્ર મંડળ રાપર-મુંબઈ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.

કરિયાવર, ભોજન અને અન્ય વ્યવસ્થા માટે વિવિધ દાતાઓએ યોગદાન આપ્યું હતું. નવદંપતીઓને ઘરવપરાશની વિવિધ ચીજવસ્તુઓ પણ ભેટ આપવામાં આવી હતી.

સમૂહલગ્ન સમિતિ રાપરના હરજી હરી પોલાર, લાલજી હરી વાવીયા, અરવિંદ લખમણ ભુસણ, નારણ માદેવા ચૌધરી, હરજી નારણ ચૌધરી, ગણેશ નરસિંહ ચૌધરી સહિતના કાર્યકરોએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી.