ઠાસરા તાલુકાના અજુપુરા ગામ પાસેથી પસાર થતો ડાકોર કપડવંજ માર્ગ પર બુધવારે બપોરના સમયે ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાસે આવેલ ખેતરમાં વીજ પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેને લઇ આસપાસના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.
ડાકોર કપડવંજ માર્ગ પર આવે અજુપુરા ગામ પાસે કપડાના તાકા ભરેલો આઇસર માર્ગ ની પાસેના ખેતરમાં પલટી મારી ગયું હતું.
ત્યારે ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માર્ગની પાસે આવે ખેતરમાંથી પસાર થતા વીજ પોલ સાથે અકસ્માત સર્જાયો હતો. જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
ત્યારે ટ્રક વિથ પોલ સાથે અથડાતા ધરાશાયી થયો હતો. જેને પગલે આસપાસના 5 થી વધુ ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. એમજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી મરામતની કાર્યવાહી હાથધરી હતી.

