અયોધ્યા મંદિર બનવાની શરૂઆત થઈ ત્યારથી જ લોકોએ પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે ત્યારે મહેનત એટલે કે શ્રમનું યોગદાન આપવાના હેતુ અને લોકોમાં ભગવાન શ્રીરામનું જીવન કેવું રહ્યું તે અંગે જાગૃતતા આવે તે માટે હરિયાણાના ગુરુગ્રામના યુવાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાંનિધ્યથી અયોધ્યા શ્રીરામ મંદિર સુધીની અલ્ટ્રા મેરેથોન દોડનો પ્રારંભ કર્યો.જેમાં તે લગભગ 35 દિવસ દોડી અને ભગવાન રામના દર્શેને પહોંચશે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યથી અયોધ્યા શ્રીરામ મંદિર સુધી 1700 થી વધુ કિમીની અલ્ટ્રા મેરેથોન દોડ શરૂ કરનાર હરિયાણાના ગુરુગ્રામના યુવાન નરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે જે રીતે પ્રભુ શ્રી રામ 14 વર્ષ વનવાસ ભોગવી ચૂક્યા છે ત્યારે લોકોમાં તેમના જીવન અંગેની સમજ આવે તેમજ મારા શ્રમ અને મહેનત થકી હું પ્રભુને કઈક સમર્પિત કરું તેવા આશયથી આ દોડનો પ્રારંભ કર્યો છે.જેમાં દરરોજ 3 તબક્કામાં 51 કિમીની અલ્ટ્રા મેરેથોન દોડ કરી 35 થી 36 દિવસે અયોધ્યા શ્રીરામ મંદિર ખાતે પહોંચીશ.અગાઉ રામેશ્વરથી અયોધ્યા સુધીની યાત્રા પણ તેમણે 46 દિવસમાં પૂર્ણ કરી છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરથી અયોધ્યા સુધીની યાત્રા પણ પૂર્ણ કરેલ છે અને આ ત્રીજી યાત્રા છે.આમ,ભારતના ચારેય પ્રદેશથી અયોધ્યા સુધીની યાત્રાના સંકલ્પ સાથે નીકળે નરેન્દ્રસિંહ યાદવ સાથે 5 લોકોની ટીમ પણ રહેશે અને તેમની તમામ વ્યસ્થાઓ અશોક સિંઘલ ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પુરી પાડશે.

