ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પ્રશ્ર્નો નાં ઉકેલ લાવવા ની માંગણી સાથે ગીર સોમનાથ જિલ્લા મથકે ધરણાં પર બેસી પોતાનાં વિભાગ નાં પડતર પ્રશ્ર્ન નો વહેલીતકે ઉકેલ લાવવા માંગણી કરી હતી .
મહેસુલી કર્મચારી મંડળ દ્વારા ગુજરાત સરકાર સામે નાયબ મામલતદાર ક્લાર્ક તથા મહેસુલી તલાટી સંવર્ગ નાં કર્મચારીઓ ની પ્રિ – સર્વિસ નું પરિણામ તાત્કાલિક જાહેર કરવા તેમજ આયોજન કરવા એલ આર કયું 1 એચ આર કયુ પરીક્ષા નું નિયત સમયે આયોજન ન થવાનાં કારણે કર્મચારી નાં હિતોને નુકસાન થતું હોય તેમજ મહેસુલી તલાટી ઓને એક સ્પષ્ટ જોબ ચાર્ટ આપવા ગ્રામ્ય કક્ષાએ મહેસુલી તલાટી ને કામગીરી આનું સાગિક વ્યવસ્થા કરવા ઉચ્ચતર પગાર ધોરણ, કાયમી નિમણૂંક માં થતો વિલંબ, સર્કલ ઓફિસર મહેસુલી તલાટીની કામગીરી ફિલ્ડ કામગીરી 10,000 તેમજ સર્કલ ઓફિસર ને 3000 કાયમી મુસાફરી ભથ્થું ચુકવવા સહિત ની પડતર માંગણીઓ નો તાત્કાલિક નિરાકરણ લાવવા મહેસુલી કર્મચારી મહામંડળ નાં ગુજરાત રાજ્ય પ્રમુખ જામસંગ પરમાર અનિરૂદ્ધ સિંહ ચૌહાણ મિતેષ ભાઈ પરમાર ની આગેવાની હેઠળ એક દીવસ સી એલ રજા મુકી જિલ્લા નાં મુખ્ય કાર્યાલય ખાતે ધરણાં પર બેસી પોતાની રજૂઆત સરકાર તાત્કાલિક સાંભળી પ્રશ્ર્નો નિકાલ કરવા માંગણી કરી હતી.

