Gujarat

આરપીએફ અને ડોગ સ્ક્વોડ દ્વારા મુસાફરો-સામાનની તપાસ શરૂ, સુરક્ષા વધારાઈ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દ્વારકા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારો યાત્રીકો રેલવે માર્ગે આવતા હોવાથી પશ્ચિમ રેલવેએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે.

સ્ટેશન પર આરપીએફના વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવી છે.

સ્ટેશનના તમામ મુખ્ય અને ભીડભાડવાળા વિસ્તારોમાં નિયમિત તપાસ થઈ રહી છે. શંકાસ્પદ સામાન અને જગ્યાઓની તાત્કાલિક તપાસ કરવામાં આવી રહી છે.

મુસાફરોની અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. યાત્રીકોને સુરક્ષા તપાસમાં સહકાર આપવા અપીલ કરાઈ છે.

કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વસ્તુ જોવા મળે તો સ્ટેશન અધિકારીઓને જાણ કરવા સૂચના અપાઈ છે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીકોની સલામતી માટે લેવાયેલા આ પગલાં આગામી સમયમાં પણ ચાલુ રહેશે.