દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયાના પાવન અવસર પર વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી રૂકિમણી માતાજીને ઠંડક આપતા વિશેષ વસ્ત્રાલંકાર પહેરાવવામાં આવ્યા છે.

આ સાથે પુષ્પોથી સુંદર શૃંગાર કરવામાં આવ્યો છે. આ વિશેષ મનોરથનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટ્યા હતા.
ભક્તોએ રૂકિમણી માતાજીના દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી.


