Gujarat

ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી, ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના નેશનલ સેક્રેટરી એવા શ્રીમતી સોનલબેન ડાંગરિયા ના વરદ હસ્તે અલગ અલગ જિલ્લામાં પ્રમુખ ને નિમણૂક આપવામાં આવી

રાજકોટ સેવાકીય પ્રવૃત્તિ ની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારું જીવન એક જ મારો સંદેશ એવી સમાજ સેવામાં હંમેશા સોનલબેન ડાંગરિયા એ પોતાનો મહત્વનો ફાળો આપેલ છે. સતત ને સતત અલગ ક્ષેત્રોમાં પોતાના નિસ્વાર્થ ભાવથી સેવા આપી પોતાના કાર્યમાં હંમેશા અડગ રહી સમાજસેવા કરી સમાજની દરેક સ્ત્રી માટે પ્રેરણા નો સ્ત્રોત બન્યા છે. આવી જ રીતે હંમેશા કાર્યશીલ રહેતા શ્રીમતી સોનલબેન ડાંગરિયા એ તારીખ 1 5 2025 ને ગુરુવારના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદન અધ્યક્ષ શ્રીમાન સુબોધકાંત સહાય અને કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌહાણ ના નેજા હેઠળ મીટીંગ કરી. આ મીટીંગ નો હેતુ દરેક જિલ્લામાં વિકાસ વધે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ની નિમણૂક કરી પંચાયતી રાજ લાવવા તેઓએ સારા કાર્ય ની મિસાલ કાયમ કરી છે. સોનલબેન ડાંગરિયા એ આ કાર્યક્રમમાં જામનગર, દ્વારકા ઓખા ભાણવડ લાલપુર જુનાગઢ સોમનાથ ગીર વેરાવળ રાજકોટ, અમદાવાદ, વડોદરા સુરત, નવસારી બનાસકાંઠા અમરેલી, આણંદ, જુનાગઢ,વેરાવળ, માંગરોળ, રાજુલા,સુરેન્દ્રનગર,દ્વારકા, વડોદરા, ભાવનગર, મોરબી વગેરે જેવા ગુજરાતના અનેક જિલ્લામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની નિમણૂક કરી સોનલબેન ડાંગરિયાએ પોતાના વરદ હસ્તે ઓથોરિટી લેટર આપી બધાને કાર્ય કરવા પ્રેરિત કર્યા છે.

સોનલબેન ડાંગરિયા નું કહેવું છે કે તેઓ ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સ્તરે મ્યુચ્યુઅલ એસોસિયેશન અને લોકશાહી તેમજ અસરકારક રાષ્ટ્રીય વિકાસ લાવવા કાર્ય કરવું. ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી ત્રિસ્તરીય પંચાયતી સંસ્થાઓની સત્તાઓ ફરજો અને કાર્યો ઉપર પંચાયતી રાજ હેઠળ દેખરેખ રાખવાની સત્તા સાથે ધારાકીય નિયંત્રણો સર્વ સમાજના સર્વાંગી વિકાસ, સંકલન, માર્ગદર્શન,સુરક્ષા જેવી તમામ કામગીરી ઉપર વહીવટી અને ધારાકીય પંચાયતી રાજ ઉભો કરશે.

શ્રીમતી સોનલબેન ડાંગરિયા જણાવે છે કે ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ વિસ્તારના લોકો માટે પંચાયતી રાજ અને લોકશાહી લાવવા ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં જોડાવાની અપીલ કરે છે.