ન્યુદિલ્હી
શેલ્બી ગ્રુપ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર તેનો શેર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન લગભગ ૪૦% જેટલો વધ્યો છે. માર્ચ ૨૦૨૧માં શેલ્બી લિમિટેડનો ભાવ રૂ. ૧૦૦ હતો જે આજે ૯ ડિસેમ્બરે રૂ. ૧૪૦ ચાલી રહ્યો છે.ગુજરાતની જાણીતા મળતી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રુપ શેલ્બી લિમિટેડ હવે મેડિકલ ક્ષેત્રે વધુ આગળ વઢવાણ ભાગરૂપે ઓર્થોપેડિકને લગતા ડિવાઇસ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કંપની થોડા સમય પૂર્વે રૂ. ૧૨૦ કરોડના રોકાણ સાથે અમેરિકાની એક ઓર્થો ડિવાઇસ કંપની પણ ખરીદી છે જેના થાપા અને ઘૂંટણને લગતા પેટંટેડ સાધનોનું ઉત્પાદન આગામી ૧-૨ વર્ષમાં ભારતમાં પણ શરૂ કરવામાં આવશે. ઓર્થોપેડિક ડિવાઇસ બિઝનેસ માટે શેલ્બી ગ્રુપે ચાલુ વર્ષે રૂ. ૮૫ કરોડના રોકાણ સાથે અમેરિકાની ઘૂટણ અને થાપાને લગતા સાધનો બનાવતી કન્સેસિસ ઓર્થોપેડિક્સ કામપની ખરીદી છે. ગ્રુપ આગામી દિવસોમાં વર્કિંગ કેપિટલ તરીકે તેમ વધુ રૂ. ૩૫ કરોડ જેવુ રોકાણ કરશે. કન્સેસિસના ૪૦ જેટલા નિષ્ણાતો શેલ્બી સાથે જાેડાયા છે. શેલ્બી ગ્રુપના પ્રેસિડેન્ટ શનય શાહે જણાવ્યું કે, પ્રારંભિક તબક્કે અમે ડિવાઇસીસ આયાત કરીશું અને બાદમાં તેનું ઉત્પાદન ભારતમાં જ કરવાનો અમારો ઈરાદો છે. આ સાથે જ અમે પેટંટેડ પ્રોડક્ટ્સના રાઇટ્સ અન્ય કંપનીઓને આપવાનું પણ વિચારી રહ્યા છીએ. ઓર્થોપેડિકમાં અમારી સ્કિલ સારી છે અને એટલે જ અમે ઘૂંટણ અને થાપાને લગતા સાધનોના ડેવલપમેન્ટ અને માર્કેટિંગમાં આવવાનું વિચાર્યું છે. શનય શાહે કહ્યું કે, અમે નાના શહેરોની સાથે સાથે દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રો સિટીમાં હોસ્પિટલ્સ શરૂ કરવા માંગીએ છીએ. મુંબઈમાં અમે આશા પારેખ હોસ્પિટલને ટેકઓવર કરી છે અને ત્યાં અત્યારે રિનોવેશન ચાલે છે. ૨૦૨૨માં અહી ૨૦૦ બેડની હોસ્પિટલ શરૂ થઈ જશે. આ સિવાય દિલ્હી અને કોલકાતામાં પણ સારા લોકેશન્સ માટે અમે તપાસ કરી રહ્યા છીએ. આગામી બે ત્રણ વર્ષમાં નવી હોસ્પિટલ્સ અને એક્સપાન્શન સહિતના પ્રોજેક્ટ પાછળ અમે રૂ. ૨૦૦-૨૫૦ કરોડનું રોકાણ કરીશું. ભવિષ્યની યોજનાઓ અંગે જણાવતા શનય શાહે જણાવ્યું કે, અમારી પોતાની હોસ્પિટલ્સની સાથે સાથે ટીયર ૧ અને ૨ શહેરોમાં અમે ફ્રેન્ચાઇઝી મોડેલ સાથેની હોસ્પિટલ્સ અને મેડિકલ કેર સેન્ટર શરૂ કરીશું. રાજકોટ, ઉદયપુર જેવા શહેરો અમારી પ્રયોરિટી લિસ્ટમાં છે. આવતા વર્ષે રાજકોટમાં એક ઓર્થોપેડિક હોસ્પિટલ પણ શરૂ કરીશું. આ મોડેલમાં હોસ્પિટલનું ઓપરેશન અને મેનેજમેન્ટ અમે કરીશું જ્યારે પ્રોપર્ટી પાર્ટનરની રહેશે.


