ભારતીય સેના દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું અને તેના કલાકો પછી જ પીએમ મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદીના કેમ્પ પર લક્ષિત હુમલાઓ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સશસ્ત્ર દળોના સચોટ હુમલાઓ વિશે અપડેટ આપ્યું. રાષ્ટ્રપતિ કાર્યાલયે ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી @narendramodi એ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી.”

