ન્યુદિલ્હી
ટેલિકોમ વિભાગે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શનએ પોર્ટલ તૈયાર કર્યું છે. ંટ્ઠકર્ષ્ઠॅ.ઙ્ઘખ્તંીઙ્મીર્ષ્ઠદ્બ.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલનાં માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તે માત્ર ૩૦ સેકન્ડમાં જાણી શકો છો.તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો પરંતુ શું તમને ખબર છે કે તમારા ૈંડ્ઢથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગના નવા નિયમ પ્રમાણે એક ૈંડ્ઢ પર ૯ જ સિમ એક્ટિવેટ કરી શકાશે. જમ્મુ કાશ્મીર, અસમ સહિત ઉત્તર પૂર્વના રાજ્યો માટે આ લિમિટ ૬ સિમની છે. ૯થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો તમારે દ્ભરૂઝ્ર કરવું જરૂરી છે. સિમ વેરિફાય થયેલું નહિ હોય તો તે ડિએક્ટિવ થઈ જશે. ટેલિકોમ વિભાગે ૭ ડિસેમ્બરે નોટિફિકેશન જાહેર કર્યું છે. તે મુજબ ગ્રાહકોને સિમ વેરિફાય કરવા માટે ૬૦ દિવસનો સમય મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે ૩૦ દિવસનો સમય મળશે. નવું નોટિફિકેશન જાહેર થયા બાદ જાે તમે એ જાણવા માગતા હો કે તમારા ૈંડ્ઢથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે તો અમે તમને તેની પ્રોસેસ જણાવીશું. તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે જેનો ઉપયોગ તમે ન કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
