જૂના સોમનાથ મહાદેવ મંદિરમાં ભારતીય સેનાના જવાનોની સુરક્ષા માટે વિશેષ પૂજાનું આયોજન થયું હતું. સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટની આગેવાનીમાં ભગવાન સોમનાથ મહાદેવની શોડશોપચાર પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

હેમલ ભટ્ટે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ આતંકવાદીઓને મજબૂત જવાબ આપ્યો છે. સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે.


આ વિશેષ પૂજાનો મુખ્ય હેતુ ભારતીય સેનાના જવાનોની સુરક્ષા અને તેમની શક્તિમાં વધારો કરવાનો છે. પુરોહિતોએ ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી કે તેઓ સૈનિકોની રક્ષા કરે. આતંકવાદ સામેની લડાઈમાં તેમને વધુ શક્તિશાળી બનાવે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી.



