જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ક્વિક રિસ્પોન્સ સેલની રચના કરવામાં આવી છે. મંદિર પરિસરની આસપાસ જિલ્લા પોલીસ અને મરીન પોલીસની તૈનાતી વધારવામાં આવી છે.

જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરસેપ્ટર બોટ દ્વારા દરિયાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. SOG અને મરીન પોલીસ માછીમારોની બોટનું ચેકિંગ કરી રહી છે.
સ્થાનિક માછીમાર સમુદાય સાથે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે. દરિયાકાંઠાના ગામોના આગેવાનો સાથે માહિતીની આપ-લે કરવામાં આવી રહી છે. પોર્ટ સિક્યોરિટી વધારવામાં આવી છે. હથિયારધારી પોલીસની સતત હાજરી રાખવામાં આવી રહી છે.

