રશિયા-યુક્રેન શાંતિવાર્તા મુદ્દે આવ્યો નવો વળાંક
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાંતિ વાર્તાની આશા દેખાઈ છે. તુર્કિયેના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા માટેની જાહેરાત કરવામાં આવી હતી.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે (૧૫ મે) તુર્કીમાં યોજાનારી યુક્રેન સાથેની નવી વાટાઘાટોમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરનારા અધિકારીઓના નામ જાહેર કર્યા છે. ક્રેમલિનના સહાયક વ્લાદિમીર મેડિન્સ્કી રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે, જેમાં નાયબ વિદેશ પ્રધાન મિખાઇલ ગાલુઝિન, નાયબ સંરક્ષણ પ્રધાન એલેક્ઝાન્ડર ફોમિન અને રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના મુખ્ય નિર્દેશાલયના વડા ઇગોર કોસ્ટ્યુકોવ જાેડાશે.
પુતિને વાટાઘાટોને ટેકો આપવા માટે નિષ્ણાતોના એક જૂથને પણ નિયુક્ત કર્યા છે. આમાં જનરલ સ્ટાફના માહિતી વિભાગના પ્રથમ નાયબ વડા એલેક્ઝાન્ડર ઝોરિન; માનવતાવાદી નીતિ માટેના રાષ્ટ્રપતિ નિર્દેશાલયના નાયબ વડા યેલેના પોડોબ્રેયેવસ્કાયા; વિદેશ મંત્રાલયમાં બીજા ઝ્રૈંજી વિભાગના નિર્દેશક એલેક્સી પોલીશચુક; અને સંરક્ષણ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય લશ્કરી સહકાર નિર્દેશાલયના નાયબ વડા વિક્ટર શેવત્સોવનો સમાવેશ થાય છે.
મીડિયા સૂત્રો મુજબ, ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે પુષ્ટિ આપી હતી કે યુક્રેન સાથેની ચર્ચા ગુરુવારે ઇસ્તંબુલમાં ફરી શરૂ થશે. ઇસ્તંબુલ જઈ રહેલા રશિયન પ્રતિનિધિમંડળ ટેકનિકલ અને રાજકીય બંને મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના ધરાવે છે.
રાષ્ટ્રપતિ પુતિને ૧૧ મેના રોજ સીધી વાટાઘાટો ફરી શરૂ કરવા માટે યુક્રેનને ઔપચારિક રીતે બિનશરતી આમંત્રણ આપ્યું હતું. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેન તેના આગામી પગલાં નક્કી કરતા પહેલા તુર્કીમાં આગામી વાટાઘાટોમાં રશિયા કોને મોકલે છે તેના પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઝેલેન્સકીએ રશિયાના ઇરાદાઓ અંગે પણ શંકા વ્યક્ત કરી હતી, મોસ્કો તરફથી તાજેતરના સંકેતોને અવિશ્વસનીય ગણાવ્યા હતા, સાથેજ તેમણે એમ પણ કહ્યું હતું કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંત્રણામાં હાજરી આપવાનું વિચારી રહ્યા છે, અને કહ્યું કે તેમની હાજરી સૌથી મજબૂત દલીલ બની શકે છે.
બુધવારે ઠ પર એક પોસ્ટ શેર કરતા, ઝેલેન્સકીએ કહ્યું, “આજે અમે તુર્કીમાં ફોર્મેટ અંગે ટીમ સાથે ઘણી બેઠકો યોજી. હું રશિયામાંથી કોણ આવશે તે રાહ જાેઈ રહ્યો છું અને પછી હું નક્કી કરીશ કે યુક્રેન કયા પગલાં લેશે. અત્યાર સુધી, મીડિયામાં તેમના તરફથી મળેલા સંકેતો અવિશ્વસનીય છે. અમે એ પણ સાંભળીએ છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તુર્કીમાં બેઠકમાં હાજરી આપવાનું વિચારી રહ્યા છે. તે સૌથી મજબૂત દલીલ બની શકે છે. આ અઠવાડિયે ખરેખર ઘણું બદલાઈ શકે છે – પરંતુ ફક્ત બદલાઈ શકે છે. હમણાં બધું નક્કી કરવામાં આવી રહ્યું છે.”
વધુમાં ટે પોસ્ટમાં લખ્યું હતું કે, “રશિયા ફક્ત યુદ્ધ અને હત્યાઓને લંબાવી રહ્યું છે. હું દરેક દેશ, દરેક નેતાનો આભાર માનવા માંગુ છું જે હવે રશિયા પર દબાણ લાવી રહ્યા છે, જેથી ગોળીબાર આખરે બંધ થાય, જેથી અર્થપૂર્ણ વાટાઘાટો એવા સ્તરે થઈ શકે જ્યાં વાસ્તવિક ર્નિણયો લઈ શકાય. શાંતિ અને રાજદ્વારીમાં મદદ કરનારા દરેકને.”