Gujarat

નાગલપુર સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા 200 મીટરમાં આવતાં ચાર કટ અને સ્ટોપલાઇનના અભાવે વકરે છે

અમદાવાદ-પાલનપુર હાઇવેના વાહનોની અવર-જવર વચ્ચે મહેસાણા શહેરના રાધનપુર સર્કલ બાદ બીજી સૌથી મોટી ટ્રાફિક સમસ્યા નાગલપુર સર્કલ પર સર્જાઇ રહી છે. વાહનોની સામાન્ય અવર-જવર વધતાં અહીં ટ્રાફિક સમસ્યા વકરી જાય છે.

આ સ્થિતિ હવે રોજબરોજની બની ગઇ છે. પોલીસ અને પ્રજામાં ટ્રાફિક સેન્સના અભાવ સાથે નાગલપુર ચાર રસ્તાની બંને બાજુના રોડ ડિઝાઇનના કારણે વાહનોનો સામાન્ય વધારા સાથે અહીં શહેરની બીજી સૌથી મોટી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ રહી છે.

આ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી એક્સપર્ટ સાથે વાતચીત કરી સમસ્યા અને તેનો ઉકેલ શોધ્યો છે. એક્સપર્ટએ નામ ન આપવાની શરતે મુખ્ય 2 સમસ્યાના ઉકેલ આપ્યા છે.