2020માં રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો પામેલા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ સંસ્થાનના પરિસરમાં તેમજ સસોઈ ડેમ પાસે આવેલા તેના બોટોનિકલ ગાર્ડનમાં ભરપુર માત્રામાં ઔષધિય મુલ્ય ધરાવતા દુર્લભ છોડો સહિતના છોડ, વનસ્પતિઓ, વૃક્ષો આવેલા છે.જેનો ઉપયોગ પણ લોક ઉપચાર-રીસર્ચમાં થાય છે.

આયુર્વેદના જ્ઞાતાઓ તો આવા છોડ-વૃક્ષ-વનસ્પતિને ઓળખી જ લે તે સ્વાભાવિક છે પરંતુ લોકો કોરોના બાદ લોકોનો આયુર્વેદિક તરફ ઝુકાવ વધ્યો છે ત્યારે તેઓ અલગ અલગ વનસ્પતિઓ અને આયુર્વેદ વિશે જાણકારી મેળવવા ઉત્સુક બન્યા છે.
ત્યારે આઈ.ટી.આર.એ જામનગર અને 30 કિલોમીટર દૂર આવેલા રસોઈ ડેમ નજીક ના બોટેનિકલ ગાર્ડનમાં આવેલા 300 જેટલા ઔષધીય છોડ તેમજ વૃક્ષો અને ઔષધીઓ પર ક્યુ આર કોડ મૂકવામાં આવ્યો છે જેને સ્કેન કરતા તેના ઉપયોગો વનસ્પતિઓના વર્ણનો તેના ફાયદા, ગેરફાયદા સહિતની વિસ્તૃત વિગતો દર્શાવાઇ છે.
હાલ 200 જેટલી ઔષધીય પર ક્યુ આર કોડ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કાર્ય પાછળનો ઉદ્દેશ અને હેતુ એ છે કે લોકો માહિતગાર બને અને સામાન્ય પ્રજાને ખબર પડે કે આયુર્વેદનો વારસો કેટલો સમૃદ્ધ છે.
ઉપયોગ પૂર્વે તજજ્ઞોની સલાહ લેવી
આયુર્વેદિક ઔષધીની માહિતી સોશિયલ મીડિયા જેવા અનેક પ્લેટફોર્મ પરથી મળતી હોય છે એ માહિતી શક્ય છે કે લાભદાયક પણ હોઈ શકે છે પરંતુ તેનો ઉપયોગ કયારે કેટલો અને કેટલા પ્રમાણમાં કરવો જોઇએ તેની માહિતી જરૂરી છે. અન્યથા આડઅસર પણ થઇ શકે છે. આથી ઔષધીનું ઉપયોગ પૂર્વે તજજ્ઞોની સલાહ લેવી અતિ આવશ્યક છે.

