જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 5000 ની વસ્તી ધરાવતા મોડપર ગામોમાં લોકોને પ્રાથમિક સારવાર માટે લાલપુર કે જામનગર સુધી જવુ ન પડે તે માટે નવું આરોગ્ય કેન્દ્ર બન્યું છે.
તેમ ગામના અગ્રણી લખુભાઈ ગાગીયાએ જણાવ્યું હતું વધુમાં તેણે જણાવ્યું હતું કે ગામના લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે
આ ઉપરાંત રાત્રે દરમિયાન ગામમાં ચોરી જેવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 70 લાઈટ નાખવામાં આવી છે તેમજ ખેડૂતોને વાડી વિસ્તારમાં આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે 4 કોઝવે બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત અવેળા બનાવવામાં આવ્યા.
ગામના લોકોને પાણીની સુવિધા ઘરે બેઠા મળી રહે તે માટે ઘરે ઘરે પાણીના જોડાણ આપવામાં આવ્યા છે તેમજ કૂવો બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત પાણીના બે ટાંકા તેમજ બોર અને સમ્પ પણ બનાવવામાં આવ્યો છે. ગામમાં સૌથી 100 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામમાં નવી બે શાળા બનાવવામાં આવી છે.
ઘરે ઘરે કચરાપેટીનું વિતરણ કરવામાં
ઘરે ઘરે કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જાહેર સ્થળો પર કચરાપેટી પર મૂકવામાં આવી છે તેમજ ગામમાં ભૂગર્ભ ગટરનું કામ પણ કરવામાં આવ્યું છે.

