જામનગરની યુવા મહિલા ક્રિકેટર હર્ષિતાબા જાડેજાએ BCCI દ્વારા અમદાવાદમાં આયોજિત અંડર-17 બહેનોના ઝોનલ કેમ્પમાં પસંદગી મેળવી છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર ખાતે તેઓ ડિસ્ટ્રિક્ટ કોચ રીનાબા બી. ઝાલા હેઠળ તાલીમ મેળવી રહ્યા છે.
હર્ષિતાબાએ તાજેતરમાં SGFI દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાત રાજ્યની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે તાલીમ મેળવી છે. તેમના શાનદાર પ્રદર્શનથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જામનગર જિલ્લાનું નામ રોશન થયું છે. તેમની આ સિદ્ધિથી જામનગરના મહિલા ક્રિકેટ માટે નવી આશા જાગી છે.

