મુંબઈ
બોલિવૂડ સિંગર નેહા કક્કરનો એક વીડિયો ઈન્ટરનેટ પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કારમાં બેસીને રડતી જાેવા મળી રહી છે. આ વીડિયો એક રેસ્ટોરન્ટનો છે, જ્યાંથી નેહા કક્કર જમ્યા બાદ બહાર આવી હતી. જ્યારે નેહા કક્કરપોતાની કારમાં જઈ રહી હતી ત્યારે અચાનક કેટલાક બાળકો ત્યાં આવ્યા અને ધમાલ મચાવવા લાગ્યા. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, આ બાળકો નેહા પાસે પૈસા માંગી રહ્યા હતા, ત્યારે ગાર્ડ ત્યાં આવ્યો. ગાર્ડે બાળકોને હટાવવાનો પ્રયાસ કર્યો, આ જાેઈને એટલો શોરબકોર થયો કે નેહા કક્કરની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે, નેહા કક્કર ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી. આ વીડિયો સાથે ચાહકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે ત્યાં ઉભેલા લોકો આ બધો તમાશો કેવી રીતે જાેઈ રહ્યા હતા. ચાહકો પ્રશ્ન કરી રહ્યા છે કે, આ બાળકો ચોર છે, ભિખારી નથી. ભલે ગમે તે હોય, પરંતુ ગાયિકા નેહા કક્કરને રડતી જાેઈને ચાહકો દુખી છે. તમને જણાવી દઈએ કે સિંગર નેહા કક્કર અને પંજાબી સિંગર રોહનપ્રીત ૨૦૨૦માં લગ્નના બંધનમાં બંધાયા છે. બંને બોલિવૂડના ફેમસ કપલ્સમાંથી એક છે. ઘણીવાર તેઓ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરીને કપલ ગોલ આપતા રહે છે. હાલમાં નેહા જાેધપુરમાં જાેવા મળી હતી. ત્યાં તેણીને તેના પતિ સાથે શાહી લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને જાે તે એક્ટિવ ન હોય તો તેના વીડિયો વાયરલ થવા લાગે છે. હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પરેશાન થઈને રડતી જાેવા મળી રહી છે. સિંગરનો આ વીડિયો જાેઈને તેના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે અને અલગ-અલગ વાતો કરી રહ્યા છે.


