Gujarat

વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ, ખેડૂતો અને લગ્ન સીઝનમાં ચિંતા

ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં આજે સવારથી જ કમોસમી વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વહેલી સવારથી જ બંને વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.

વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ વચ્ચે ઉના શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી હોવાથી કમોસમી વરસાદ મુશ્કેલીઓ સર્જી રહ્યો છે.

ગીર ગઢડા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અહીં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ ઉપરાંત આસપાસના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ગઈકાલે પણ ઉનાના ગીર વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.

આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને પાક અને ખેતીને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.