જૂનાગઢના બાટવા ના ચિખલોદ્રાં ગામમાં જુગારનો અડ્ડો પકડી પાડતા પી.એસ.આઇ મુકેશ હિરપરા પોલીસ સ્ટાફ દ્વારાકુલ રોકડ રકમ મુદ્દામાલ સહિત કિ.રૂ.૧,૧૭,૬૬૦/- કબજે કરવામાં આવ્યા
જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીસ્થસિંહ જાડેજા સાહેબ નાઓએ દારુ-જુગારની બંદીને નેસ્ત નાબૂદ કરવાના માર્ગદર્શન આધારે તેમજ નાયબ પોલિસ અધીક્ષક બી.સી.ઠક્કર સાહેબના સુપરવિઝન હેઠળ પ્રવર્તમાન સમયમાં દારુ-જુગારની બંદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણ પણે ડામી દેવા સુચના કરેલ હોય. જેથી આ કામે બાંટવા પોલીસ સ્ટેશના પોલીસ સબ ઇન્સપેકટર એમ.એચ.હીરપરા તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી આવી ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ વિક્રમસિંહ બહાદુરસિંહ ચાવડા નાઓને મળેલ હકીકત આધારે બાંટવા પો.સ્ટેના વિલેજ બીટમા ચીખલોદ્રા ગામે મોરાનામની વાડીની ગારીમા આરોપીઓ જાહેરમાં ગંજી પતાના પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૧૬૦/- તથા અલગ અલગ કંપીનીના ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ.૭૫૦૦/- તથા ચાર મો.સા.જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૧,૧૭,૬૬૦/- ના મુદામાલ સાથે બે આરોપીઓ પકડાઇ જઇ તથા ચાર આરોપીઓ નાશી જતા જુ.ધા. મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ.
કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ૧) રોકડા રૂ.૧૦,૧૬0.
૨) અલગ અલગ કંપીનીના ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૭,૫૦૦/-
.૩) ચાર મો.સા. જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૧,૧૭,૬૬૦/-
આરોપીઓ .(૧) હમીરભાઈ પીઠાભાઈ ભેટારીયા .આહિર ચીખલોદ્રા ગામ.હાઇસ્કુલની બાજુમાં, તા.માણાવદર જી.જૂનાગઢ મો.નં.૯૮૨૫૯૪૪૭૧૬ નં.(૨) નથુભાઇ ગગજીભાઇ ભેટારીયા આહિર ચીખલોદ્રા ગામ પ્લોટ વિસ્તાર તા માણાવદર નં.(૩) નાશીજનાર જગદીશભાઇ ભીમાભાઇ ભેટારીયા આહીર ચીખલોદ્રા તા. માણાવર નં.(૪) નાશીજનાર ધનાભાઈ પરબતભાઇ ભેટારીયા આહીર ચીખલોદ્રા તા.માણાવદર (૫) નાશીજનાર મનીષભાઈ ગોવિંદભાઇ ભેડા આહીર ચીખલોદ્રા તા.માણાવદર તથા (૬) નાશીજનાર ભીખુભાઇ હમીરભાઇ ભેટારીયા આહીર ચીખલોદ્રા તા માણાવદર જી.જુનાગઢ
આ કામગીરીમાં બાટવા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી એમ.એચ.હીરપરા તથા પો.હેડ.કોન્સ વિક્રમસિંહ બહાદુરસિંહ ચાવડા તથા પો.કોન્સ.અશોકભાઇ દેવશીભાઇ વરૂ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી જુગાર ધામ પકડી પાડ્યું હતુ
રિપોર્ટર મહેશ કથીરિયા


