હાપા રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત દેશભરમાં 1337 રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાનું લક્ષ્ય છે. જામનગર જિલ્લાના હાપા તાલુકામાં સ્થિત આ સ્ટેશન પશ્ચિમ રેલવે ઝોનના રાજકોટ ડિવિઝન હેઠળ આવે છે.
NSG-5 કેટેગરીમાં આવતા આ સ્ટેશન પર રોજની સરેરાશ 716 મુસાફરોની અવરજવર રહે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેઇલ સહિતની અનેક ટ્રેનો અહીં રોકાણ કરે છે. જેનું બિકાનેરથી PM મોદી વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું છે. આ ઉપરાંત જામ જોધપુર, જામ વંથલી અને કાનાલુસ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
હાપા રેલવે સ્ટેશન 12.79 કરોડના ખર્ચે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. નવી સુવિધાઓમાં સ્ટેશન એક્સેસ, વેઇટિંગ હોલ, શૌચાલય, લિફ્ટ-એસ્કેલેટર, મફત વાઇ-ફાઇ, યાત્રી માહિતી સિસ્ટમ અને એક્ઝિક્યુટિવ લાઉન્જનો સમાવેશ થાય છે.
‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ સ્થાનિક ઉત્પાદનો માટે કિઓસ્ક ઊભા કરવામાં આવ્યા છે. દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પર્યાવરણને અનુકૂળ ઉકેલો અને બેલાસ્ટલેસ ટ્રેક પણ આ યોજનાનો ભાગ છે.

