નડિયાદમાં ચોમાસા માં શહેરની અંદર પાણીના ભરાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા શેરકંડ તળાવ સરદાર ભવન પાછળના ભાગે થઈ સીટી જીમખાના જતી શહેરની મુખ્ય કાંસની સાફ-સફાઈ હાથ ધરવા માટે મહાનગરપાલિકા દ્વારા કાંસ કરવામાં આવેલા દબાણો દૂર કરવા અંગે દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં દિન ત્રણ માં સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં નહીં આવે તો આ દબાણો મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે.
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી પસાર થતી બે કાંસની સાફ-સફાઈ શરૂ કરવામાં આવી છે.
જેમાં શેરકાંડ તળાવ સરદાર ભવનની પાછળથી સીટી જીમ ગાના થઈ માહિતી ભવન થી મહિલા આર્ટસ કોલેજ તરફ જતી મુખ્ય કાંસ ઉપર મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા છે.
જેને લઇ ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે.
ત્યારે મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે શહેરમાં પાણીના ભરાય તે માટે શહેરની મુખ્ય ખાસ એટલે કે શેરખાન તળાવથી મહિલા આર્ટસ કોલેજ તરફ જતી 12 કિલોમીટરની કાચને સાફ કરવા અંગે દબાણ કરતાઓ ને પછી દબાણ દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.
જેમાં 100 જેટલા કાચા મકાનો સહિત 200 થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આ તમામ દબાણ કરતાં ઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
કાચા પાકા મકાનો દૂર કરાશે
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય કાંસની સાફ સફાઈ હાથ ધરવામાં આવનાર છે. જેમાં કાચ પરના દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે.
ત્યારે વરસાદ વધુ પડે તો દબાણ કરતાં ઓ પર જીવનું જોખમ ન રહે તે માટે કાચા પાકા મકાનો દૂર કરવામાં આવશે.
75 વર્ષ પહેલા શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી રાહત મળે તે માટે શહેરમાં કાંસ બનાવવામાં આવી હતી. જેમાં કાંસ શહેરના મુખ્ય ભાગોમાંથી પસાર થાય છે.
ત્યારે આ કાંસ સફાઈ કરવામાં આવતા શહેરીજનોને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા થી રાહત મળશે.
નડિયાદ શહેરના વિવિધ ભાગમાંથી પસાર થતા મુખ્ય કાંસની સાફ સફાઈ શરૂ કરવામાં આવનાર છે.
આ કાંસ માથી શહેરમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે.
ત્યારે આ કાંસની સાફ સફાઈ ચોમાસુ આવતા પહેલા તંત્ર દ્વારા પૂરી કરવાની તૈયારી બતાવવામાં આવી રહી છે.

