ડાકોર રોડ ઉપર અલીન્દ્રા પોલીસ ચોકી પાસે પોલીસ અને તેમના મળતિયાઓ દ્વારા પૈસાના ઉઘરાણા કરી રહ્યા હોવાની બૂમ છેલ્લા લાંબા સમયથી ઊઠતી હતી.
જેમાં પોલીસ કર્મચારી દ્વારા વાહનને રોકવામાં આવ્યા બાદ તેમના મળતિયા દ્વારા વાહનચાલક પાસેથી પૈસાના ઉઘરાણા કરાતા હોય છે.
જોકે, થોડા દિવસ અહેવાલની અસર રહ્યા બાદ અલીન્દ્રા ચોકડીની ઉધરાણા ચોકી 500 મીટર દૂર ખોલી ફરી વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવાઇ રહ્યા છે.
નડિયાદ ડાકોર રોડ ઉપર સતત વાહનચાલકોની અવરજવર વચ્ચે સુરક્ષાની બાબતને ધ્યાનમાં લઇને અલીન્દ્રા ગામ નજીક પોલીસ ચોકી બનાવવામાં આવી છે.
આ પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકોને રોકી કેટલીયવાર કનડગત કરવાની સાથે સાથે તેમની સાથે અસભ્ય વર્તન કરવાની સાથે સાથે અપશબ્દો બોલે છે.તેમજ રિકશાચાલકો પાસેથી રૂા. 100 ઉઘરાવાય છે.
આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર દ્વારા પોલીસ ચોકી બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ફરી પોલીસ અને તેના મળતિયાઓ દ્વારા અલીન્દ્રા ચોકડી પરની પોલીસ ચોકી ત્યા થી 500 મીટર દુર ઉધરાણા ચોકી શરૂ કરાઇ છે.
અલીન્દ્રા ગામ પાસે પોલીસ અને તેના મળતિયાઓ દ્વારા બાઈક પર સવાર થઈ પોલીસ ચોકી થી આગળ 500 મીટર જઈ ત્યાં આગળ ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે.

