Gujarat

એક વર્ષમાં 24 આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલ્યા

ખેડા જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 24 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા છે.

આ કાર્યવાહી અંતર્ગત બુટલેગર્સ, સમાજ માટે જોખમી વ્યક્તિઓ, મિલકત હડપનારા, ક્રૂર વ્યક્તિઓ અને જુગારના અડ્ડા ચલાવનારાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. સાથે જ અનધિકૃત વીજ કનેક્શન સામે પણ કાર્યવાહી કરી છે.

રાજ્યમાં અસામાજિક તત્વો અને લિસ્ટેડ આરોપીઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદની ઘટના બાદ પોલીસે આ કાર્યવાહી વધુ તેજ બનાવી છે. પોલીસે માથાભારે તત્વોની યાદી બનાવી તેમની સામે કડક પગલાં લીધા છે.