Gujarat

બે દીકરીઓના લગ્ન પ્રસંગે મીની વાવાઝોડાએ મંડપ કર્યો ધરાશાયી, કોઈ જાનહાની નહીં

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પાંડવા ગામમાં એક પરિવાર માટે આનંદના પ્રસંગમાં કમોસમી વરસાદનો કહેર કર્યો હતો. રમેશભાઈ મારડીયાની બે દીકરીઓના લગ્ન પ્રસંગ દરમિયાન કુદરતે ભારે પવન અને વરસાદનું વિઘ્ન નાખ્યું.

ગઈકાલે સાંજના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મીની વાવાઝોડા જેવી સ્થિતિએ લગ્ન મંડપ અને સમિયાણાને ધરાશાયી કરી દીધા હતા. આ ઘટનામાં બંને દીકરીઓનો વિદાય પ્રસંગ પણ યોગ્ય રીતે ઉજવી શકાયો નહીં.

જોકે, આ અણધારી કુદરતી આફતમાં કોઈ જાનહાની ન થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ભારે પવન અને વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.