Gujarat

વોલ પેઇન્ટિંગ દ્વારા સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ

માંડવી નગરપાલિકાએ ડો. ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાનમાં ઓપરેશન શિંદુરની યાદમાં વિશેષ વોલ પેઇન્ટિંગનું નિર્માણ કર્યું છે.

આ પહેલ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

નગરપાલિકાના અધ્યક્ષ હરેશ વિંઝડાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આતંકવાદ સામે નિર્ણાયક પગલાં લીધા.

તેમણે વિંગ કમાન્ડર વ્યોમીકાસિંઘ અને કર્નલ સોફિયા કુરેશી સહિત ત્રણેય દળના જવાનોની સફળતાની પ્રશંસા કરી.

શહીદ જવાનો અને મૃત્યુ પામેલા ભારતીય પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વોલ પેઇન્ટિંગનું સર્જન અનીલ જોષી, હરેશ સોલંકી, દિલેન સોલંકી, જીતેશ ફુલીયા અને જીત બીજ્લાણીએ કર્યું હતું.