Gujarat

નડિયાદ મનપાએ 50થી વધુ જર્જરિત મકાનના માલિકોને નોટિસ ફટકારી

નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં જર્જરિત મકાનો અને દુકાનદારોને મહાનગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી રહી છે.

ત્યારે શહેરમાં આવેલી 50 થી વધુ જર્જરિત મકાનોને નોટિસ ફટકારી દેવામાં આવી છે. ત્યારે મકાન માલિકો દ્વારા રીપેરીંગની કામ હાથ ધરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શહેરમાં આવેલા જર્જરીત મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે.

ત્યારે ચોમાસા દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં શહેરના સંતરામ મંદિર પાસેના વિસ્તારમાં આવેલી દુકાન દારો અને ગામતળ વિસ્તારમાં આવેલા 50થી વધુ મકાન માલિકોને નોટિસ આપવામાં આવી હતી.

ત્યારે મકાન માલિકોને જણાવવામાં આવ્યું છે કે જર્જરિત મકાનને સરખું કરવા અથવા ઉતારી લેવા અંગે આ નોટિસ ફટકારવામાં આવી છે.

ત્યારે ચોમાસામાં કોઈ ઘટના પ્રકાશમાં ન આવે અને કોઈને જર્જરીત મકાનોને લઈ કોઈ ઘટના બને નહીં તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે હવે જોવું રહ્યું કે મહાનગર પાલિકાની નોટિસ થી મકાનમાલિકો અને દુકાનદારો દ્વારા જર્જરિત મકાનો અને દુકાનોમાં કામગીરી કરવામાં આવે છે કે નહીં.