નડિયાદ શહેર કોંગ્રેસે ભ્રષ્ટાચાર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જ્યાં કામમાં ગેરરીતિ થઈ હોય ત્યાં બોર્ડ મૂકવાનું અભિયાન શરૂ કર્યું છે.
19 જાન્યુઆરી 2024ના રોજ ઝલક રોડથી ડેરી રોડ સુધીના રસ્તાના રિસરફેસિંગનું કામ શરૂ થયું હતું.
આ કામ પાછળ રૂપિયા 14.94 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે, આજ સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી. વરસાદી પાણીના નિકાલની સમસ્યા પણ યથાવત છે.

શહેર કોંગ્રેસે સ્થળ પર બોર્ડ મૂકીને સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે 14.94 લાખ રૂપિયા ગયા ક્યાં? કોના આદેશથી રસ્તાનું કામ અટક્યું? પ્રજાના પૈસાનું શું થયું?

હાર્દિક ભટ્ટે જણાવ્યું કે પેટલાદ રોડથી સંતરામ ડેરીને જોડતો આ મુખ્ય માર્ગ છે.
તેમણે આ મુદ્દે પાલિકા અને મહાનગરપાલિકામાં અરજી કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.
વરસાદ પહેલાં રસ્તાની મરામત થાય તેવી માગણી કરવામાં આવી છે.



