Gujarat

રાજકોટ વાડીમાં થયેલ પૂર્વ ઉપસરપંચ ના મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ વાડીમાં થયેલ પૂર્વ ઉપસરપંચ ના મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૫/૫/૨૦૨૫ ના રોજ ગઇ તા.૨૩/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરધાર ગામની સીમમાં વાડીમાં મર્ડરના બનાવની જાહેરાત થયેલ હોય અને બનાવમાં મરણજનાર હરેશભાઈ મોહનભાઈ સાવલીયા ઉ.૫૩ રહે.સરધાર ગામ, પ્લોટ વિસ્તાર, GLS હાઈસ્કુલ ની બાજુમાં તા.જી.રાજકોટ વાળાને વાડીમાં મજુરીકામ કરતા શકદાર મનોજ રહે.ઉજ્જેન, એમ.પી. વાળો અથવા અન્ય કોઈ ઈસમોએ કોઇ કારણસર મરણજનારના છાતીના ભાગે ત્રિકમ વડે માર મારી મોત નીપજોલ હોય જે અંગે મરણજનારના પુત્ર નિકુંજભાઈ હરેશભાઈ સાવલીયા એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ (BNS) કલમ-૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય. ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ અનડીટેકટ મર્ડરનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપરવિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (કાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં જીણવટભરી રીતે તપાસ કરવા સુચના કરેલ હોય, વી.ડી.ડોડીયા ની ટીમ એ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી માહીતી મેળવેલ કે, હરેશભાઈ સાવલીયા નું મર્ડર કરનાર મનોજ હાલ તેના વતન મધ્યપ્રદેશ તરફ ભાગી ગયેલ છે. જે અંગે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી તપાસમાં હતા તે દરમિયાન રાજેશભાઈ જળુ તથા જયરાજભાઈ કોટીલા તથા વિશાલભાઈ દવે ને ખાનગી રાહે ચોક્કસ અને વિશ્વાસપાત્ર હકીકતના મળેલ કે, મર્ડર કરનાર મનોજ હાલ.દુધીરપટ ગામ,જી.ધાર, મધ્યપ્રદેશ ખાતે છે. જેથી તાત્કાલીક મધ્યપ્રદેશ દુધીરપટ ગામ,જી.ધાર, મધ્યપ્રદેશ ખાતે જઈ આરોપી મનોજ તોતારામ પલાસ ને પકડી પુછપરછ કરતા મરણજનાર હરેશભાઈ સાવલીયા આરોપીની પત્નીની મરજી વિરૂધ્ધ શારીરીક અડપલા કરી આરોપીની પત્ની સાથે જબરદસ્તી સંબંધ રાખવા માંગતો હોય જેના કારણે આરોપી એ મરણજનાર હરેશભાઈ સાવલીયા નું ખુન કરેલની કબુલાત આપતા આ કામે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન નો અનડીટેકટ મર્ડરનો ગુન્હો ડીટેકટ કરી આરોપીને ગણતરીના દિવસોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મનોજ તોતારામ પલાસે જાતે.આદીવાસી ઉ.૨૯ રહે.સરધાર થી નવાગામ તરફ જતા રસ્તે હરેશભાઈ સાવલીયા ની વાડીમાં તા.જી.રાજકોટ મુળ-પરદેશી પુરા ગામ, ભોઈંદા ગામની બાજુમાં, તા.કસરાવદ થાના. બડકવાના, જી.ખરગૌન મધ્યપ્રદેશ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250525-WA0057.jpg