ઉના શહેરમાં આખલાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આજે બપોરના સમયે કન્યા વિદ્યાલય પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાં આખલાઓ વચ્ચે યુદ્ધના દૃશ્યો હવે સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં આવા યુદ્ધોમાં રાહદારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સાઓ નોંધાયા છે.

શહેરીજનોએ તંત્ર પાસે માગણી કરી છે કે આ આખલાઓને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે. લોકોની સુરક્ષા અને સામાન્ય જનજીવન જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

