Gujarat

અરબી સમુદ્રમાં લો-પ્રેશરને કારણે માછીમારી અને સ્નાન પર પ્રતિબંધ

અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સ્થિતિને કારણે દિવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજાઓને કારણે પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા છે.

દિવ પ્રશાસને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારો અને પર્યટકો માટે દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ફિશરીઝ વિભાગે માછીમારી ટોકન બંધ કરી દીધા છે.

વિભાગે દરિયામાં રહેલી બોટોને પરત આવવા અથવા નજીકના સલામત બંદરે લાંગરવા આદેશ આપ્યો છે.

પર્યટકો માટે દરિયાકિનારે સ્નાન કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલાં વરસાદ, તોફાની પવન અને પ્રતિકૂળ વાતાવરણને કારણે લેવામાં આવ્યા છે.