વિશ્વ સંવાદ કેન્દ્ર, ગીર સોમનાથ જિલ્લા દ્વારા દેવર્ષિ નારદ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ સહ સંયોજક લક્ષ્મણભાઈ સોલંકીએ નારદજીના જીવન અને સંદેશાવાહક તરીકેના યોગદાન વિશે વાત કરી.
તેમણે આધુનિક પત્રકારોને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવા પ્રેરણા આપી. તેમણે નારદજીને વિશ્વના પ્રથમ પત્રકાર તરીકે યાદ કર્યા.

સોલંકીએ સમાજ જાગરણના પાંચ મહત્વપૂર્ણ પ્રવાહો પર પ્રકાશ પાડ્યો. આ પ્રવાહોમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય સામેલ છે. તેમણે ઉપસ્થિત પત્રકારોને આ વિષયો પર મીડિયા દ્વારા લોક જાગૃતિ ફેલાવવા આહ્વાન કર્યું.
કાર્યક્રમમાં જિલ્લા ભર ના દરેક તાલુકા ના પત્રકારોએ ભાગ લીધો. વેરાવળના પ્રચાર કાર્યકર્તા પવનભાઈ ગુપ્તાએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું.

