સેવાલિયા પાસેથી પસાર થતો અમદાવાદ ઇન્દોર હાઇવે પર દિવસ અને રાત્રી દરમિયાન બે રોકટોક ખાણ માફિયાઓ દ્વારા ખનન કરી ડમ્પરોને બેફાર્મ હકારવામાં આવી રહ્યા છે.
જેમાં 24 કલાકમાં આ માર્ગ પરથી 40 થી વધુ ડમ્પર પસાર થતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી.
સેવાલિયા પાસેથી પસાર થતાં અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર દિવસ અને રાત્રી દરમિયાન ખનન માફિયાઓ દ્વારા મહીસાગર નદી માંથી ખનન કરવામાં આવી રહી છે.
આ ખનન માફિયાઓ દ્વારા નદીના પટ વિસ્તાર માં ભરપૂર પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવી રહી છે. તેને લઈને નદીમાં અનેક જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે.
જેમાં રાત્રે 8 વાગ્યા પછી અને સવારે 8 વાગ્યા સુધી ખનન માફિયાઓ દ્વારા અમદાવાદ ઈન્દોર હાઇવે પર બે રોગ તો ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો લઈ પસાર થઈ રહ્યા છે.
જેમાં આ વેદી સાયલા સુરેન્દ્રનગર અને ચોટીલા મોકલવામાં આવી રહી છે. ત્યારે હાઇવે પર બે રોકટોક ડમ્પરો ફરતા હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા નથી.
જોકે આ અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક તંત્રની આંખો ખુલી રહી નથી. જેને લઇ આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
રોયલ્ટી ભર્યા વગર જ રોજના 40થી વધુ ડમ્પરો પસાર થાય છે
સેવાલિયા પાસેથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે પર રોજ 40થી વધુ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો પસાર થાય છે. જેમાં ખનન માફિયાઓ દ્વારા રોયલ્ટી ભર્યા વગર જ ડમ્પરોમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યુંછે.

