Gujarat

ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને અસામાજીક પ્રવૃતી ડામવા તથા ગેરરીતી અટકાવવા રાણપુર શહેરમાં પોલીસ દ્રારા વાહન ચેકીંગ કરવામાં આવ્યુ..

પાળીયાદ ત્રણ રસ્તા,મિલેટ્રી ચોકડી,ટેક્ષપીન ચેક પોસ્ટ તથા લિંબડી ત્રણ રસ્તે કડક હાથે વાહ ચેકીંગ કરવાનુ શરૂ.
આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે.જે ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે યોજાઈ અસામાજીક પ્રવૃતી ડામવા તથા ગેરરીતી અટકાવવા માટે ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તથા બોટાદ જીલ્લા ડી.વાય.એસ.પી.રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ રાણપુર શહેરમાં વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.રાણપુર પોલીસ સ્ટેનશનના પી.એસ.આઈ-જી.ડી.કાલીયા તથા એમ.આર.પરમાર તથા પોલીસ સ્ટાફ દ્રારા રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તા,મિલેટ્રી ચોકડી,ટેક્ષપીન ચેક પોસ્ટ,લિંબડી ત્રણ રસ્તા સહીતના જાહેર માર્ગો ઉપરથી પસાર થતા તમામ વાહનો નુ પોલીસ દ્રારા કડક હાથે વાહન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.ગ્રામ પંચાયતોની ચુંટણી ને લઈને રાણપુર તાલુકામાં કોઈ અસામાજીક પ્રવૃતી નો થાય અને ગેરરીતી નો સર્જાય તે માટે તેમજ ચુંટણી ને લઈને રાણપુર વિસ્તારમાં દારૂની હેરાફેરી તથા ગેરકાનુની પ્રવૃતી નો થાય તે માટે રાણપુર પંથકમાં પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *