Gujarat

ડીસામાં ગેરેજમાં આગ, મોટી દુર્ઘટના ટળી

ડીસાના આર.ટી.ઓ. ચાર રસ્તા નજીક આવેલી ગેરેજ અને સ્પેરપાર્ટ્સની દુકાનમાં શનિવારની રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ ભીષણ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ડીસા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ફાયર અધિકારી નરેશ પરમાર અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અંદાજિત 3500 લિટર પાણીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી.

નરેશ પરમારે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જણાયું છે. ટીમે સમયસર પહોંચી આગ ઓલવી દીધી હતી. આસપાસના વિસ્તારમાં આગ ન ફેલાય તે માટે પણ પગલાં લીધાં હતાં. ફાયર બ્રિગેડની સતર્કતા અને ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. જાનહાનિ ન થતા રાહતની લાગણી ફેલાઈ હતી.