Gujarat

ડીસા પાલિકાની ઝુંબેશમાં બે દિવસમાં 23 પશુઓ પકડ્યાં

ડીસામાં રખડતા પશુઓના ત્રાસથી મુક્ત કરવા માટે નગરપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માત્ર બે દિવસમાં 23 ગાયો અને આખલાઓ પકડાયા છે. પકડાયેલા દરેક પશુને GPS ટેગ લગાવવામાં આવ્યો છે.

તેમને નજીકની ગૌશાળા કે પાંજરાપોળમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે.દરેક પશુનો ટ્રેકિંગ નંબર નગરપાલિકા પાસે નોંધાયો છે. પકડાયેલ ગાયો પરત નહીં લેવાય તેવું લખાણ પણ કરાવાયું છે.