પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં શ્રધ્ધા રેસીડેન્સી નજીક રોડ ઉપર ભુવો પડ્યો છે. જ્યાં રાત્રિના સમયે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે.
પાલિકા દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં શ્રધ્ધા રેસીડેન્સી નજીક આર. સી. સી.રોડ તૂટી ગયો છે. મોટો ભુવો પડી ગયો છે. આ અંગે રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, ચોમાસુ માથા ઉપર છે.
અહીંયા વરસાદનું પાણી પણ વહે છે. નગરપાલિકા દ્વારા તુટેલા રસ્તાનું સમારકામ નહી થાય તો જીવલેણ દુર્ઘટના સર્જાશે. વર્તમાન સમયે પણ રાત્રિના સમયે વાહન ચાલકોને આ ભુવો દેખાતો નથી. અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.

