Gujarat

પાલનપુર પાલિકામાં ભ્રષ્ટાચાર,પાણી અને સફાઈ મુદ્દે કોંગ્રેસનાં ધરણાં

પાલનપુર નગરપાલિકામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારે ભ્રષ્ટાચાર, પાણી અને સફાઈના મુદ્દે ધરણા યોજી વિરોધ નોધાવ્યો હતો.પાલિકા વારંવાર વેરો વધારતી હોવા છતાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ મળતી નથી.

પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, પાલિકાના સભ્યો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, પાલિકાના સભ્યો અને કાર્યકરોને પોલીસે અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકાની અંદર સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના જન સેવા કેન્દ્રમાં લોકો માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી. સર્વર વારંવાર ડાઉન રહે છે. વેરો ભરવા માટે નાગરિકોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. નગરપાલિકા વારંવાર વેરો વધારે છે.

છતાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ મળતી નથી. ગેરકાયદે બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી.

પાર્કિંગની સમસ્યા પણ યથાવત છે. ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને પાણી, રસ્તા, સફાઈ અને ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરી કાર્યકરોએ તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી.