અમીરગઢ પોલીસ સ્ટાફ સોમવારે સવારે 7 કલાકે પીઆઈ એસ.કે.પરમારની આગેવાનીમાં બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાન ચેકિંગ કરી રહ્યા હતા.
ત્યારે આબુરોડ તરફથી આવતા ટ્રક નંબર આરજે-14-જીડી-5820 શંકાસ્પદ લાગતાં ટ્રકને ઉભુ રખાવી પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટ્રકની પાછળના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી રૂપિયા 16,13,640 ની કિંમતની 1296 દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે ટ્રક ડ્રાઈવર રાજકુમાર મેધય ગૌર( રહે.બરજી ખુર્દ, તા.બદલાપુર, જી.જોનપુર, યુપી)ની અટકાયત કરી ટ્રક સહિત રૂપિયા 26,16,640 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

