પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 108 કર્મચારીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 108ની સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 14.47થી ઘટીને 14.34 થયો છે. તેમણે 108ને માનવતાની સેવા અને વિશ્વાસનું પ્રતીક ગણાવી.
108 સર્વિસના અધિકારી જશવંત પ્રજાપતિએ માહિતી આપી કે ગુજરાતમાં 26 મેના રોજ પાયલોટ દિવસ અને 2 એપ્રિલના રોજ ઇ.એમ.ટી દિવસ ઉજવાય છે.
કાર્યક્રમમાં ખિલખિલાટ, મોબાઇલ વેટનરી યુનિટ, આરોગ્ય સંજીવની, 181 અભયમ અને વુમન હેલ્પલાઇન જેવી 24 કલાક કાર્યરત સેવાઓના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા.
વિવિધ શ્રેણીઓમાં ઇ.એમ.કેર, ઓનેસ્ટી, એકેડેમીક એક્સેલન્સ, બેડમિન્ટન ટુર્નામેન્ટ વિજેતા, KMPL, બેસ્ટ કેસ, એમ.એચ.યુ., HBC, WHL અને સેવિયર એવોર્ડ્સ આપવામાં આવ્યા.
રાજ્યના ચાર ઝોનમાં – દક્ષિણમાં ડાંગ, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, મધ્ય ગુજરાતમાં આણંદ અને ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી

