Entertainment

સંદીપ રેડ્ડી વાંગા એક્ટ્રેસ પર ભડક્યો, કહ્યું- ફિલ્મ ‘સ્પિરિટ’ તો છોડી પણ સ્ક્રિપ્ટ લીક કરી વિશ્વાસઘાત પણ કર્યો

‘કબીર સિંહ’ અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું ડિરેક્શન કરનાર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણને દૂર કરવામાં આવી છે. દીપિકાનું સ્થાન તૃપ્તિ ડિમરીએ લીધું છે.

દીપિકાની અન પ્રોફેશનલ માંગણીઓ કરી રહી હોવાના આરોપો હતા. જોકે, હવે સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાનું નામ લીધા વિના આરોપ લગાવ્યો છે કે- તેણે ફિલ્મ છોડતાની સાથે જ ફિલ્મની સ્ક્રિપ્ટ લીક કરી દીધી છે.

સંદીપ રેડ્ડી વાંગાએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું કે, જ્યારે હું કોઈ અભિનેતાને મારી સ્ક્રિપ્ટ સંભળાવું છું, ત્યારે મને તેના પર 100 ટકા વિશ્વાસ છે. અમારી વચ્ચે એક નોન-ડિસ્કલોઝર ઍગ્રીમેન્ટ છે.

પણ સ્ક્રિપ્ટ લીક કરીને તમે બતાવ્યું છે કે તમે શું છો (નામ લીધા વગર દીપિકાને ટોણો માર્યો). એક યુવાન એક્ટરનું અપમાન કરવું અને મારી સ્ટોરી લીક કરવી, શું આ તમારો નારીવાદ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે, મેં મારી કળા પર ઘણા વર્ષોની સખત મહેનત કરી છે. ફિલ્મ મેકિંગ મારા માટે બધું જ છે. સાથે જ એક હિન્દીની કહેવત શેર કરી તેણે એક્ટ્રેસ પર પોતાની ભડાસ કાઢી.

જોકે સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે તેમણે આ પોસ્ટ દીપિકા પાદુકોણ માટે કરી છે, કારણ કે થોડા સમય પહેલા જ તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે.