ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે સોમનાથમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

વિકસિત ભારત વિઝન-2047 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે કલેક્ટરે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો મેળવ્યા છે.
આમાં ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

31 મે ના રોજ સાગરદર્શન ખાતે યોજાનાર વર્કશોપમાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લાના પ્રતિનિધિઓ ભાગ લેશે.
વર્કશોપમાં સરકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ચર્ચાના આધારે વિકાસની રૂપરેખા તૈયાર કરાશે.

આયોજન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ડી.વાય.એસ.પી વ્યાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ખાણખનીજ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

