માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હોય વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.
ગત 7 મે ના રોજ ભયંકર કમોસમી વરસાદ પડવાને લીધે ખેડૂતોને નુકશાની થયેલ છે અને ખેડૂતોના ખેતરોનુ ધોવાણ પણ થયું છે જેને લઈને બીલખાના માજી સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર ચુકવવાની તંત્રને રજુઆત કરી હતી પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવેલ નો હોય વીસાવદર મુકામે આવેલ માંડાવડ માર્કેટ યાર્ડ પાસે આમરણાંત ઉપવાસ શરૂ કર્યો છે.
સાથો સાથ બાગાયતી ખેતીના ઈજારદારોને પણ વળતર ચુકવવામાં આવવું જોઈએ. સરકાર દ્વારા ઘણા વરસોથી બી. પી.એલ. સર્વે બંધ કરવામાં આવેલ હોય અને જેના પરિણામે અનેક ગરીબ કુટુંબ સરકારી લાભોથી વંચીત રહી જાય છે. તો સરકાર દ્વારા તાત્કાલિક બીપીએલ સર્વે શરૂ કરવામાં આવે એવી પણ માંગ મૂકી છે.

