જૂનાગઢ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારારક્તદાન કેમ્પ યોજાયો ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ તમામ રક્ત દાતાઓ બની અનોખી પહેલ
જૂનાગઢ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એસોસિએશન એટલે કે ફોગસી-જુનાગઢ સોસાયટી દ્વારા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. અલ્પેશ સાલવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ કેમ્પનાં પ્રેરક ડો અલ્પેશ સાલવીએ કેમ્પને દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવતા જણાવ્યુ હતુ કે રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે, અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે.કોઈપણ દેશમાં કે પ્રદેશમાં આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવા માટે દર્દીઓને લોહી તથા લોહીની અન્ય પ્રોડકટ્સ મળી રહે તે અત્યંત અગત્યનું છે. સલામત અને પૂરતા પ્રમાણમાં લોહીમાલી રહે તે માટે દેશવ્યાપી રક્તદાન માટેના કેન્દ્રો હોવા જરૂરી છે કે જ્યાં રક્તદાતાઓ વિનામૂલ્યે રક્તદાન કરી શકે.આજે જૂનાગઢનાં સ્ત્રીરોગ નિષ્ણાત તબીબો દ્વારા રક્તદાન શિબીરનું આયોજન સરાહનિય રહ્યુ છે.
ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એશોસીયેશનનાં અધ્યક્ષ ડો. પિયુષ વડાલીયાએ એક રક્તદાતા બની પોતાનું રક્તદાન કરી જણાવ્યુ હતુ કે રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે. રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.
રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા ગાયનેક ડોક્ટર એસોસિએશનના મંત્રી ડો. દેવરાજ ભાદરકા તથા ડો. અતુલ ઠેસીયા એ જહેમત ઉઠાવેલ. જુનાગઢ ની લાઈફ લાઈન બ્લડ બેન્કના ડો. ધીરેન કપુપરાનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ. જુનાગઢ ના મેડીકલ રીપ્રેઝન્ટેટીવ એસોસિએશનનો પણ આયોજનમા સહકાર મળેલ. આ બ્લડ ડોનેશન કેમ્પની વિશિષ્ટતા એ હતી કે આ કેમ્પ ના તમામ રક્ત દાતાઓ ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ હતા.
રિપોર્ટર, મહેશ કથિરીયા

