Gujarat

22 જૂને મતદાન, 25મીએ મતગણતરી, 27મીએ પ્રક્રિયા પૂર્ણ થશે

ગીર સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજથી (28 મે) આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પ્રાંત કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ચૂંટણી અંગેની માહિતી આપી હતી.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સભા-સરઘસ, લાઉડ સ્પીકર અને પોસ્ટર અંગેની નિર્ધારિત કાર્યરીતિનું પાલન કરવાનું રહેશે.

જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કાર્યરત રહેશે.

ચૂંટણી કાર્યક્રમ અનુસાર 22 જૂને મતદાન યોજાશે. 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 27 જૂને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.