તાલાલા સહિત ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા ભાગના ગામડાઓમાંથી લોકો ધંધા વ્યવસાય માટે સુરત સાથે સંકળાયેલા છે. તાલાલા આંકોલવાડી થી દરરોજ વિવિધ ટ્રાવેલ્સની સાત બસો સુરત માટે ઉપડે છે.
તાલાલા તાલુકાના લોકોને સસ્તી અને સરકારી બસ સેવા પૂરી પાડવા માધુપુર (ગીર)ના સામાજિક કાર્યકર વિજયભાઇ હિરપરાએ એસટી તંત્રને લેખીત રજૂઆત કરી હતી.
તે બાદ એસટી વિભાગે અડાજણ (સુરત) આંકોલવાડી સ્લીપર અને સીટીંગ બસ થોડા સમય પહેલા શરૂ કરેલ તે રૂટને પુરતો ટ્રાફિક મળતા એસટી વિભાગે આજે નવી વોલ્વો એસટી સીટીંગ બસ આંકોલવાડી- અડાજણ (સુરત) શરૂ કરતા તાલાલા પંથકની મુસાફર જનતામાં શરત સાથે આનંદની લાગણી પ્રસરી છે.
તાલાલાથી સુરત 650 કીમીનું અંતર હોય લાંબા અંતરની મુસાફરી માટે એસટી વિભાગને સામાજિક કાર્યકરની રજૂઆત અને લોકોને ખૂટતી સુવિધા આપવાની મુસાફર જનતાની ઉગ્ર માંગ ધ્યાને લઈ આંકોલવાડી- અડાજણ બસ સ્લીપર શરૂ કરેલ તે રૂટને સારો પ્રતિસાદ મળતા આજે એસટી વોલ્વો સીટીંગ બસ શરૂ કરી છે.
તાલાલા પંથકની મુસાફર જનતાને એસટી તંત્રની ભેટ 1710 રૂપિયા ભાડુ સમય નીચે મુંજબ અડાજણ (સુરત)થી આંકોલવાડી વોલ્વો બસ એસટીમાં 1710 રૂપિયા ભાડુ રહેશે, સુરતથી બપોરે એક વાગ્યે બસ ઉપડી તારાપુર- બગોદરા- વડોદરા- ચોટીયા- રાજકોટ- જૂનાગઢ- સાસણ- તાલાલા- આંકોલવાડી વહેલી સવારે પહોંચશે. સાંજે પાંચ વાગ્યે આંકોલવાડીથી સૂરત જવા રવાના થશે.

