Gujarat

પોલીસે પ્રવાસીઓને દૂર કર્યા, બે વ્યક્તિ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

સોમનાથના સમુદ્ર કિનારે પ્રવાસીઓની સલામતી માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમુદ્રમાં સ્નાન કરવા પર પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. વાવાઝોડાની સ્થિતિને કારણે સમુદ્રમાં ભારે કરન્ટ હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.

અગાઉ અનેક પ્રવાસીઓએ આ સમુદ્રમાં તણાઈને જીવ ગુમાવ્યા છે. આમ છતાં કેટલાક સહેલાણીઓ જાહેરનામાનું ઉલ્લંઘન કરીને સમુદ્રમાં જોખમી સ્નાન કરી રહ્યા હતા. અહેવાલ બાદ તંત્ર સક્રિય થયું અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

સોમનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના જણાવ્યા મુજબ, સમુદ્ર કિનારેથી સહેલાણીઓને દૂર કરવામાં આવ્યા છે.

બે પ્રવાસીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ તંત્રે સોમનાથ મંદિર ટ્રસ્ટને સમુદ્ર કિનારે સિક્યુરિટી પેટ્રોલિંગ વધારવા વિનંતી કરી છે. સાથે જ લોકોને સમુદ્રમાં સ્નાન પર પ્રતિબંધ અંગે માહિતગાર કરવા માઇક સિસ્ટમ ગોઠવવાની પણ સૂચના આપી છે.